Pages

Madh na Fayda | શરીરમાં લાગ્યો હોય થાક તો પીવો આ નેચરલ ડ્રિન્ક, મળશે એનર્જી

Madh na fayda : આ આર્ટિકલ લખાય રહ્યો છે ત્યારે ફેબ્રુઆરી મહીનો પૂરો થવા પર છે અને ધીમે ધીમે ઠંડી પણ ઘટી ગઈ છે. માર્ચ શરૂ થતાં જ ઉનાળાની (Summer season) કાળઝાળ ગરમી શરૂ થવા લાગશે. 

Madh na Fayda | શરીરમાં લાગ્યો હોય અસહ્ય થાક તો જરૂર પીવો આ નેચરલ ડ્રિન્ક, તરત મળશે એનર્જી


ઉનાળાની સિઝનમાં દિવસ પણ લાંબો રહે છે એટલે કામકાજ કરવાથી શરીર થાકવાની સમસ્યા પણ ઉભી થાય છે. ખાસ કરીને મહેનત અને સખત પરિશ્રમનું કામ કરતા લોકોને ઉનાળાની ઋતુમાં પાણીની ખપ વર્તાય છે અને કામકાજ બાદ શરીર થાકેલું અનુભવાય છે. 

આમ તો શરીરનો થાક દૂર કરવા માટે બજારમાં નિતનવા અને અલગ અલગ સ્વાદ તથા પ્રકારના ઈન્સ્ટન્ટ એનર્જી બુસ્ટર (Instant energy booster) મળે છે. પરંતુ બજારમાં મળતા એનર્જી બુસ્ટરના પીણાં (Drink) કરતા કુદરતી પીણાં સ્વાસ્થ્ય વર્ધક (Healthy) હોય છે જે સર્વવિદિત છે. 

ત્યારે આજના આ સ્વાસ્થ્ય સંબંધિત લેખમાં અમે આપને આવા જ એક કુદરતી અને સરળતાથી ઘરે બનાવી શકાય તેવા હેલ્થી નેચરલ ડ્રિન્ક (Healthy natural drink) વિશે જણાવીશું. 

આ ડ્રિન્ક અસલમાં અનેક રોગમાં કારગર એવું હની (Honey) એટલે કે મધ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મધના અનેક ફાયદા (Madh na fayda) છે.

કામકાજ કે અન્ય કારણોસર જ્યારે શરીરમાં થાકનો અનુભવ થવા લાગે ત્યારે મધનું ઘરેલુ શરબત શરીરને ઠંડક અને તાજગી આપે છે. 

મધનું આ શરબત બનાવવા માટે તમારે કઈં વિશેષ તૈયારી પણ નથી કરવાની રહેતી. ફક્ત એક ગ્લાસ જેટલા પાણીમાં બે ચમચી મધ નાખી બરાબર મિક્સ કરી લો એટલે એનર્જી બુસ્ટર તૈયાર. 

આમ તો આ શરબત માટલાના ઠંડા પાણીમાં બનાવવું હિતાવહ છે પણ જો તમે મધમાં ફ્રીજનું ઠંડુ પાણી મિક્સ કરીને પીવા ઇચ્છતા હોય તો પહેલા ગ્લાસમાં ચોથા ભાગનું સામાન્ય ઠંડુ પાણી રાખવું જેથી તેમાં મધ ઓગળી શકે. કારણ કે ફ્રીજના ઠંડા પાણીમાં ઘનતા હોવાથી તેમાં મધ ઓગળવું થોડું મુશ્કેલ રહે છે. 

Madh na fayda વિશેની આ પોસ્ટ તમને ગમી હોય તો FB પર પણ શેયર કરશો. 

Title : Madh na Fayda | શરીરમાં લાગ્યો હોય અસહ્ય થાક તો જરૂર પીવો આ નેચરલ ડ્રિન્ક, તરત મળશે એનર્જી

Topics : Madh na fayda, Benefits of honey in gujarati for energy, Natural energy booster.  

Popular Posts