Health tips in gujarati : Vividh rog na upchar mate ayurveda ma anek gharelu nuskha aapvama aavya chhe. Gharelu nuskha ke jene english ma Home Remedies kahevama aave chhe teno sauthi moto benefit e chhe ke tena koi side effect ke aad-asar nathi thata.
1). વજન ઘટાડવામાં કારગર હળદર
જો તમારું વજન વધેલું હોય અને તમે તેને ઘર બેઠા ઘટાડવા માંગતા હોય તો દરરોજ સવારે નરણે કોઠે એક ચમચી હળદર ફાકી જઈ ઉપરથી નવશેકું પાણી પીવાથી વજન ઘટે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.
2). દૂધમાં ઘી નાખી તેનું સેવન
રાત્રે સુતા પહેલા દૂધમાં એક ચમચી દેશી ઘી મેળવીને પીવાથી શરીર મજબૂત બને છે, કબજિયાત દૂર થાય છે, શરીરમાંના ખરાબ પદાર્થો બહાર નીકળે છે અને ઉર્જા પણ મળે છે.
3). કબજીયાતની સમસ્યા
દહીંનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તથા દહીંમા શેકેલો અજમાનો પાવડર અને સંચર પાવડર નાખીને લેવાથી કબજીયાતની સમસ્યા હલ થાય છે
4). તુલસીનાં પાન
તુલસી લોહીમાં કોલેસ્ટ્રોલ નિયંત્રિત રાખે છે જેથી હદય રોગમાં તે લાભકારી છે, હદય સંબંધી બીમારીથી પીડાતા લોકોએ નિયમિત રીતે ચારથી પાંચ તુલસીના પાન / રસનું સેવન કરવું
5). હૃષ્ટપુષ્ટ શરીર બનાવવા માટે
એક મહિના સુધી દરરોજ બે પાકાં કેળા અને તેના પર થોડું ગરમ દૂધ પીવાથી દુબળું શરીર ભરાવદાર બને છે
6). એસીડીટીની સમસ્યા
દરરોજ સવારે અડધા ગ્લાસ કાચા દૂધમાં અડધો ગ્લાસ પાણી અને બે એલચીનો પાવડર નાખીને પીવાથી એસીડીટીની સમસ્યામાં ફાયદો થાય છે
7). ખાંસી થઈ હોય તો
તુલસીનાં પાન અને તીખા બરાબર માત્રામાં લઇ પીસી નાખી, નાની ગોળીઓ બનાવવી, આ ગોળીને સવાર સાંજ ચૂસીને લેવાથી ખાંસીમાં રાહત મળે છે
8). શરદીના કારણે થતો માથાનો દુખાવો
શરદીના કારણે થતા માથાનાં દુઃખાવાની સમસ્યામાં એક મોટા વાસણમાં પાણી લઈ તેમાં મીઠું નાખી નવશેકું ગરમ કરવું, આ પાણીમાં થોડીવાર સુધી પગ ડૂબેલા રાખવાથી દુઃખાવામાં રાહત થાય છે
9). પેટમાં ગેસ થવાની સમસ્યા
બે થી ત્રણ તાજા ટમેટા કાપી તેમાં સહેજ સંચર અને તીખા પાવડર નાખીને ખાવાથી પેટમાં ગેસ નથી બનતો અને કબજિયાત હોય તો તે પણ મટે છે
10). વજન ઘટાડવા
એક કે બે કપ નવશેકા ચોખાનાં પાણીમાં ચપટી મીઠું અને તીખા પાવડર નાખીને જમવાનાં સમય કરતાં અડધા કલાક પહેલા પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે
12). જીભ તોતડાતી / અટકતી હોય તો
તીખા અને બદામ સમાન માત્રામાં લઇ તેમાં થોડુંક પાણી મેળવી પેસ્ટ બનાવો, આ પેસ્ટમાં સાકર અથવા મધ મેળવીને બાળકને ચટાડવાથી જીભ તોતડાતી / અટકતી હોય તે ઠીક થાય છે, આ પ્રયોગ એક કે બે મહિના સુધી કરવો
13). હરસની સમસ્યા
દૂધીની છાલને મોટાભાગનાં લોકો ફેંકી દેતા હોય છે પણ આ છાલ હરસની સમસ્યામાં ખૂબ ઉપયોગી છે. દૂધીની છાલને સુકવી તેનો પાવડર બનાવી, દિવસમાં બે વખત ઠંડા પાણી સાથે લેવાથી હરસમાં રાહત મળે છે
14). પેશાબમાં બળતરા થવાની સમસ્યા
પાંચ બદામ પલાળી, છાલ ઉતારી તેમાં 7 નાની એલચી અને થોડીક ખાંડ ઉમેરી પીસી લેવું, આ મિશ્રણને એક ગ્લાસ પાણીમાં ભેળવી સવાર સાંજ પીવાથી પેશાબમાં બળતરાની સમસ્યા મટે છે
15). બ્લડ સુગર કન્ટ્રોલ કરવા માટે
રાત્રે એકથી દોઢ ચમચી મેથીના દાણા સ્વચ્છ પાણીમાં પલાળી દેવા, સવારે આ પાણીને સારી રીતે ગાળીને નરણે કોઠે (ખાલી પેટે) પીવાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે
16). વાળ ખરતા હોય તો
વાળ ખરવાની સમસ્યા રહેતી હોય તો નિયમિત રીતે નારીયલ પાણીનું સેવન કરવું ફાયદાકારક છે, નારીયલ પાણી વાળને ખરતા અટકાવે છે અને વાળનો વિકાસ કરે છે
17). ઉંઘ ન આવવાની સમસ્યા
રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તેમજ અનિંદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો રાત્રે સૂતા પહેલા થોડુંક મધ ચાટી લેવાથી ઊંઘ સારી આવે છે
18). કાનમાં દુખાવો થવાની સમસ્યા
કાનમાં દુઃખાવાની સમસ્યા માટે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકાય છે. ડુંગળીનો તાજો રસ કાઢી તેને બિલકુલ સહેજ ગરમ કરી તેના એક કે બે ટીપાં કાનમાં નાખવાથી સમસ્યામાં રાહત મળે છે
19). પગની એડીમાં દુખાવો
પગની એડીમાં દુઃખાવાની સમસ્યા માટે બે ચમચી જેટલું જૈતુનનું તેલ લઈ તેમાં એક ચમચી લાલ મરચાં મેળવી પેસ્ટ બનાવો, આ પેસ્ટને પ્રભાવિત સ્થાન પર 15 મિનિટ સુધી લગાવી રાખો બાદમાં ગરમ પાણીથી પગ ધોઈ લો, આ પ્રયોગ દિવસમાં બે - ત્રણ વખત કરવો
20). દાંત અંબાઈ જવા
દાંત અંબાઈ જવા એટલે કે ક્યારેક ગરમ કે ઠંડુ પાણી / ખોરાક દાંતને અડવાથી તીવ્રતાનો અનુભવ થવાની સમસ્યા ઉભી થાય તો થોડા કાળા તલ પ્રભાવિત દાંત બાજુથી ખૂબ ચાવી ચાવીને ખાવાથી ફાયદો થાય છે
21). માથું ભારે થઈ જવું
શરદીના કારણે વારંવાર છીંક આવે છે અને ત્યારબાદ માથું ભારે લાગવા અને માથું દુઃખવાની સમસ્યા થાય ત્યારે તરત ફાયદા માટે એક ચમચી ખાંડ સાથે એલચીના થોડા દાણા ચાવીને ખાવાથી ફાયદો થાય છે. ડાયાબીટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો
22). મોઢામાં છાલા પડી જવા
મોઢાની અંદર છાલા પડી જવા કે મોઢું આવી જવાની સમસ્યા હોય તો સાબુદાણાના પૌઆ માપસર તેલમાં તળીને ખાવાથી ફાયદો થાય છે
23). ઘૂંટણનો દુખાવો
ઘૂંટણ અથવા હાડકામાં દુઃખાવો થતો હોય તો જમવા બેસો ત્યારે 100 ગ્રામ જેટલી કાકડી અને કાચું લસણ સાથે ખાવાથી ફાયદો થાય છે
24). મોં ની દુર્ગંધ
મોં ની દુર્ગંધ માટે સંતરાનું તાજું જ્યુસ શ્રેષ્ઠ છે. સંતરા અન્ય ફળની સરખામણીએ વધુ સુગંધી છે. સંતરાના જ્યુસ સિવાય ઓરેંજ ટી પણ લઈ શકાય છે
25). મુલાયમ ચેહરો
લીંબુ તથા સંતરાની છાલને સુકવી તેનો પાવડર બનાવી લેવો, આ પાવડરનો લેપ બનાવી નિયમિત ચેહરા પર લગાવવાથી ચેહરાની ત્વચા મુલાયમ બને છે
26). ભૂખ ન લાગતી હોય તો
જમતાં પહેલા આદુના એક નાનકડા ટુકડા પર સહેજ મીઠું નાખીને ખાવાથી ભૂખ સારી લાગે છે, થોડા દિવસો સુધી આ પ્રયોગ નિયમિત કરવાથી પેટની મોટાભાગની સમસ્યા પણ હલ થઈ જાય છે
27). ચેહરા પર ખીલ થવા
ચેહરા પર ખીલ થવાની સમસ્યા હોય તો પ્રભાવિત જગ્યાએ હળવા હાથે તુલસીના પાનનો રસ લગાવવો, તેનાથી ખીલ મટે છે અને ચેહરાની રોનક પણ વધે છે
28). લીંબુ પાણી
એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી તીખા પાવડર, મીઠું અને લીંબુનો રસ મેળવીને પીવાથી ખુલીને ભૂખ લાગે છે
29). શરદી અને કફ
શરદી - કફ થવા પર એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરું નાખી પાણી ઉકાળવું, ઠંડુ થવા પર આ પાણીને ઘૂંટડે ઘૂંટડે પીવાથી શરદી અને છાતીમાં જમા થયેલો કફ મટે છે
30). ખાટાં ઓડકાર
ખાટાં ઓડકાર આવતા હોય તો નવશેકું ગરમ પાણી લઇ તેમાં ચપટી જીરા પાવડર અને સંચર મિક્સ કરી દિવસમાં ત્રણ વખત પીવાથી ખાટાં ઓડકાર બંધ થાય છે
31). ડાયાબિટીસમાં જામફળ
ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત રીતે જામફળનું સેવન કરવું જોઈએ, જામફળને કાપી તેના પર સહેજ સંચર પાવડર અને તીખા પાવડર નાખીને ખાવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે
32). સરસિયાનું તેલ
રાત્રે સુતા પહેલા નાભિમાં સરસિયાનું તેલ લગાવવાથી શરીરનો કોઈપણ ભાગ દુઃખતો હોય કે સોજી ગયો હોય તો તેમાં ફાયદો થાય છે, ખાસ કરીને ગોઠણનો દુખાવો મટે છે
33). શરદી અને છીંક આવતી હોય તો
શરદી અને છીંક આવવાની સમસ્યામાં એક નાની એલચી, આદુનો નાનો ટુકડો, એક લવિંગ અને તુલસીના પાંચ પાન ખાવાના પાનમાં નાખી ખાવાથી ફાયદો થાય છે
34). યાદશક્તિ વધારવા માટે
દરરોજ એક સફરજન ગાય કે બકરીના દૂધ સાથે ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે
35). મોં માં છાલા પડી જવા
મોઢું આવી જવાની કે મોઢામાં છાલા પડી જવાની સમસ્યા હોય તો જામફળના બે-ત્રણ નાના પાંદડાઓ લઈ તેના પર ખૂબ કાથો લગાવી ચાવવાથી મોઢામાં પડેલા ચાંદા મટી જાય છે.
36). ચેહરા પર કરચલીઓ દેખાવી
ચેહરા પર કરચલી પડી ગઈ હોય તો ઋતુ મુજબ યોગ્ય હોય તો દાડમનો રસ સતત ત્રણ મહિના સુધી નિયમિત રીતે પીવાથી ચેહરાની કરચલીઓ કુદરતી રીતે દૂર થાય છે.
37). ચેહરાને મુલાયમ બનાવવા
ચણાના લોટમાં થોડું પાણી મેળવી તેની પેસ્ટ બનાવી, ચેહરા પર નિયમિત રીતે લગાડવાથી ચેહરાની રોનક વધે છે અને ચેહરો મુલાયમ બને છે.
38). પથરીની સમસ્યા
પથરીની સમસ્યામાં ૪૦ થી ૫૦ ગ્રામ કાળી કળથી લઈ, આખી રાત પલાળી, સવારે ખૂબ મસળી, કપડાથી ગાળી તેનું ત્રણથી ચાર મહિના સુધી નિયમિત સેવન કરવાથી પથરી ચોક્કસ મટે છે
39). વીંછીનો ડંખ
વીંછીનો ડંખ લાગ્યો હોય તો પ્રભાવિત જગ્યાએ વાલનાં પાનનો રસ ચોપડવાથી સમસ્યામાં રાહત મળે છે
40). ગળાની સમસ્યા
મીઠું ઓગાળેલા નવશેકા ગરમ પાણીના કોગળા કરવાથી ગળાની પીડા, કાકડા અને ગળામાં સોજો હોય તો તે મટે છે.
41). ઉલ્ટી બંધ ન થતી હોય તો
વારંવાર ઉલ્ટી થતી હોય તો ચપટીક મીઠા સાથે મરીને વાટી તેનું સેવન કરવાથી ઉલ્ટી બંધ થાય છે.
42). તીખું ખવાય જાય તો
તીખું મરચું ખાવાથી જીભમાં બળતરા થવા લાગે તો થોડીવાર માટે મોઢામાં દૂધનો કોગળો ભરી રાખવાથી અથવા જરાક ઘી ચાટી લેવાથી જીભની બળતરા શાંત થાય છે.
43). અવાજ બેસી જવો
અવાજ બેસી ગયો હોય તો રાત્રે સૂતા પહેલા નવશેકા ગરમ દૂધમાં ચપટીક હળદર નાખી તે પીવાથી અવાજ ખુલે છે.
44). નાના બાળકોને શરદી અને કફ
નાના બાળકોને શરદી અને કફ થઈ ગયો હોય તો તેને નવશેકા ગરમ દૂધમાં સહેજ હળદર, ગોળ અને મીઠું નાખી પીવડાવવાથી શરદી અને કફમાં રાહત થાય છે.
45). ઘા લાગે ત્યારે લોહી બંધ કરવા માટે
અકસ્માતે શરીરમાં ક્યાંય ઘા લાગ્યો હોય અને લોહી નીકળવા લાગે તો પ્રભાવિત જગ્યાએ હળદર દબાવી દેવાથી લોહી બંધ થાય છે અને ઘા રૂઝાવવામાં પણ મદદ મળે છે.
46). આંખમાં દુખાવો, ચશ્માનાં નંબર ઘટાડવા
તાજી કોથમીર લઈ તેને છૂંદી, રસ કાઢી તે રસને કપડાં વડે ગાળી, સવાર-સાંજ બબ્બે ટીપાં આંખોમાં આંજવાથી ચશ્માના નંબર ઉતરે છે અને આંખ દુઃખતી બંધ થાય છે.
47). ડાયાબિટીસમાં લસણ
લસણની કળીઓ પીસી લઇ તેને દૂધ સાથે નિયમિત રીતે લેવાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત થાય છે.
49). હદયરોગના દર્દીઓ
હદયરોગની સમસ્યામાં દર્દીને બાફેલી દૂધીમાં માત્ર હળદર, ધાણાજીરું અને કોથમીર નાખીને ખવડાવવાથી ફાયદો થાય છે.
49). અપચો થઈ જવો
ભારે અપચો થવાની સમસ્યા હોય તો ડુંગળીના રસમાં તાજા કારેલાનો રસ મેળવી તેનું સેવન કરવાથી સમસ્યામાં રાહત થાય છે.
50). ખોરાક રુચિકર બનાવવા
જમવાનું ન ભાવતું હોય અને ખોરાક પ્રત્યે અરુચિ થઈ ગઈ હોય તો જમ્યા પહેલા આદુના નાના નાના ટુકડા કરી તેના પર લીંબુનો રસ નાખી ખાવાથી ભૂખ લાગે છે.
Ha alag alag taseer na loko mate amuk gharelu nuskha ajmavva yogya nathi hota. Gharelu nuskhao no anya ek faydo e chhe ke te fakt bimario na ilaj mate j nahi parantu body fitness etle ke sharir ne svastha rakhva mate pan upyogi chhe.
Ahin 50 Gharelu upchar gujarati no aa sangrah aapvama aavya chhe je aapni nani moti bimario ane samaya mathi chhutkaro apavvama upyogi thashe.
50 Gharelu Upchar Gujarati
Title : 50 Gharelu upchar gujarati | Gujarati Health Tips | Best Gharelu Nuskha in Gujarati
Tag : Health Tips, Gharelu Nuskha, Gharelu Upchar